પર્યાય

You are currently viewing પર્યાય

ક્યારેક પ્રેરણા બનીને આવે,
ક્યારેક પ્રેરક બનીને આવે

ક્યારેક યોજના બનીને આવે
ક્યારેક યોજક બનીને આવે,

ક્યારેક સર્જન બનીને આવે,
ક્યારેક સર્જક બનીને આવે,

ક્યારેક હેતુ બનીને આવે,
ક્યારેક સેતુ બનીને આવે,

ક્યારેક સાદ બનીને આવે,
ક્યારેક દાદ બનીને આવે,

ક્યારેક વક્તા બનીને આવે,
ક્યારેક શ્રોતા બનીને આવે,

ક્યારેક છંદ બનીને આવે,
ક્યારેક પ્રાસ બનીને આવે,

ક્યારેક લય બનીને આવે,
ક્યારેક તાલ બનીને આવે,

ક્યારેક મત્લા બનીને આવે,
ક્યારેક મક્તા બનીને આવે,

ક્યારેક મુખડું બનીને આવે,
ક્યારેક અંતરા બનીને આવે,

ક્યારેક શેર બનીને આવે,
ક્યારેક મીસરા બનીને આવે,

ક્યારેક શબ્દ બનીને આવે,
ક્યારેક અક્ષર બનીને આવે,

ક્યારેક માત્રા બનીને આવે,
ક્યારેક મરોડ બનીને આવે,

ક્યારેક બિંદુ બનીને આવે,
ક્યારેક શૂન્ય બનીને આવે,

ક્યારેય એવું ના બને “કાચબા”,
હું કલમ ઉપાડું, ને તું ના આવે.

૧૩/૦૬/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply