એટલો પણ નાં બદલીશ મને, કે તને ઓળખું નહીં,
એટલો પણ નાં આંજીશ મને, કે તને ઓળખું નહીં,
હોય મર્યાદા થોડી ને મલાજો રાખવો પડે, તારાથી –
એટલો દૂર નાં કરીશ મને, કે તને ઓળખું નહીં.
એકલે હાથે લડીશ, તો આદત એનીયે થઈ જશે,
એટલો પણ નાં પજવીશ મને, કે તને ઓળખું નહીં.
ઉડતાં તે શીખવ્યું છે, ક્ષિતિજો ક્યાં બાંધી જ છે?
એટલો પણ નાં ઉડાડીશ મને, કે તને ઓળખું નહીં.
ભલેને ખૂટતું રહે તો થોડું રૂબરૂમાં માંગી લઉં,
એટલું પણ નાં આપીશ મને, કે તને ઓળખું નહીં.
આવજે મળવા તો “કાચબા”, દીવડા પ્રગટાવજે,
એટલો અંધ નાં કરીશ મને, કે તને ઓળખું નહીં.
– ૨૫/૧/૨૦૨૧
[તું ધારે એ બધું જ કરી શકે એનો અર્થ એ નથી કે જે ધારે એ જ કરે. શક્તિ હોય તો એનું પ્રદર્શન કરવું જરૂરી નથી. પ્રેમ કે વેર, જે કરો એ “માપમાં જ સારું“. સ્પ્રિંગ ને વધારે ખેંચીએ તો ઢીલી થઈ જાય અને વધારે દબાવીએ તો છટકે….]
કવિતા ના રૂપમાં સુવિચારો અને સિખ ખૂબ સરસ રીતે રજૂ કરી,અદભુત….
માપમાં જ રહેવું… ખૂબ સુંદર વિચાર 👌🏻
અદ્ભૂત બેહદ લાજવાબ રચના
બહુંજ સરસ ને સુંદર રચના 👏👏👏