વિનાશક

You are currently viewing વિનાશક

ક્રોધ, તારી, ભડકે છે ભીતર,
વધ્યો સંવેદનાથી ઈતર.
ભુલ્યો છે ભાન આવેગમાં,
ભેદ શું શત્રુ કે મીતર.

છળ-છેતરામણી, અનૈતિક –
કામ તારું બોલે ચરિતર,
ખોટેરા દંભની તું પાછળ,
છબી તારી સાચી ના ચીતર.

ઘાત-પ્રતિઘાતનો નિયમ છે,
સામેથી નાશને કાં નોતર?
ઢાલ કોઈ રોકેનાં નિસાસા,
“કાચબા” તું જાતને કાં છેતર?

– ૧૩/૦૧/૨૦૨૨

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 2 Comments

  1. Ishwar panchal

    કવિતામાં ઘણું સમજવા જેવું છે. સાંતિથી ધણી સમસ્યા ઉકેલી શકાય છે.અને ઝગડાથી નુકસાન સિવાય કાય હોતું નથી.
    તમારી કવિતા જેવી સોચ , સમજ………

  2. Kunvariya priyanka

    વાહ ખૂબ સરસ