આલીંગને આરામ મળે,
વિચારો ને વિરામ મળે,
સ્પર્શ શ્વાસ ને એવો અડે,
ધબકે અલ્પવિરામ મળે.
આંખો બે હેરાન મળે,
અંતરમાં તોફાન મળે,
હોઠ હોઠને જયારે અડે,
જંગલ ગાઢ વેરાન મળે.
ઉજાગરો મધરાત મળે,
અંધારું ખેરાત મળે,
ચોસઠ “કાચબા” એવી પડે,
દરેક દાવ પર માત મળે.
– ૨૭/૦૪/૨૦૨૧
ખૂબજ સરસ શબ્દો 👌👌