મોક્ષમાર્ગ

You are currently viewing મોક્ષમાર્ગ

લક્ષ્ય એક જ છે, જે સાધવાનું છે,
સગપણ એક, તારી સાથે બાંધવાનું છે.

તણખાં ઝર્યા છે ચક-મક ના, આપણી વચ્ચેનાં,
કાણું જે પડ્યું છે દિલમાં, તેને સાંધવાનું છે.

સોંપ્યું તને ચણવાનું ઇમારત, સગપણની,
મારું કામ તો કેવળ, પાયો નાંખવાનું છે.

તું છે એક પાકટ વટવૃક્ષ સમો, ઘટાદાર, તપસ્વી,
દયાળુ, મારી તો પ્રકૃતિ માં જ કાચું કાપવાનું છે.

લાયક થઇ જવું છે પહેલાં, તારા ચરણોને મારે,
માંગુ ત્યાર પછી જ મારે, તને નાંખવાનું છે.

શિખામણો બધી જ મેં તારી સાંભળી લીધી છે,
શરત એટલી જ ને કે જીવનમાં ઉતારવાનું છે.

કુવો સામે છે, ને નિર્ણય, તારે કરવાનો “કાચબા”,
આંખો બંધ કરી, ધીમે-ધીમે, ડગલું માંડવાનું છે.

– ૧૩/૦૨/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply