નકામું

You are currently viewing નકામું

સમજાય નહિ એવી, શીખ શું કામની?
ભૂખ ન ભાંગે, એવી ભીખ શું કામની?

દર્દી તો કાયમ, દર્દથી કણસતો હોય,
દવાથી નીકળી જાય, ચીખ, શું કામની?

ઝખમ આપવા તો બન્યા છે તીર ને તલવાર,
વીંધી નાંખે કાળજું, એવી જીભ શું કામની?

નિયમો બનાવ્યા કે વ્યવસ્થા જળવાઈ રહે,
રૂંધાઇ જાય શ્વાસ, એવી રીત શું કામની?

શાંતિ ની આશમાં ભટકતા, શોધતા મુક્તિ,
આશરો દઈને પ્રતાડતી, પ્રિત શું કામની?

મજા તો સાચી મળે, જયારે સાથ હો સ્નેહીઓ,
હૈયું બાળીને મેળવેલી, જીત શું કામની?

કર જો કામ “કાચબા”, તો મોટું કર, સિદ્ધ કર,
ઝુકાવે નહિ કુદરતને, તો જીદ્દ  શું કામની?

– ૧૧/૦૩/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply