પડે તેમ દેવાય,
મળે તેમ લેવાય,
કુમળું આ મન જેમ,
વળે તેમ ટેવાય,
ચાકડા પર ઘડુલો,
ટીપે તેમ ઘડાય,
શુભાશુભ કર્મનો,
કરો તેમ ભરાય,
સૂરજ ને ચંદરવો,
ચઢે તેમ દેખાય,
વિધાતાના લેખ, એ
લખે તેમ લેખાય,
રખવાળો જેમ કરી,
રાખે તેમ રે’વાય,
જરૂર પડ્યે ખપ પૂરતુ,
મળે, તેમ લેવાય,
ધીરજ ને શ્રદ્ધાની,
ગુરુ ચાવી ”કાચબા”
અજાણ્યા દરવાજા,
ખુલે તેમ દેખાય.
પડે તેમ દેવાય…
– ૩૧/૦૫/૨૦૨૧