સથવારો

You are currently viewing સથવારો

તું માંગે જો હાથ મારો, આપું તારાં હાથમાં,
માંગ્યા વિના જ સાથ મારો, આપું તને સાથમાં,

જોવી હોય જો દુનિયા મારી, બંધ આંખે આવજે,
પલકારામાં પુરી દઈને, બાંધી લઈશ બાથમાં,

ભય કે સંકોચ, શાને કરવો, મનથી આપણ એક થયા,
નીકળી પડીએ ખુલ્લે ચોક, લઈને હાથ હાથમાં,

રોમાંચ અનેરો માણી લઈએ, સોનેરી સહવાસનો,
કાવતરા કંઈ કરીએ રંગીન, આપણ સાંઠગાંઠ માં.

ઉંમર છે તે કાલ વીતશે, કામ એ એનું કરવાની,
મોજીલા અલમસ્ત રહીશું, સત્યાવીશ કે સાંઠ માં.

સદીઓ જીવશું હરેક પળમાં, સાથ જનમ્ નો બાંધીએ,
ગમી જાય જો વાત મારી, બાંધી લેજે ગાંઠ માં.

કાગળ, કલમ તો જાતે ચંચળ, “કાચબો” એક જ સ્થિર-ને-ધીર,
નિમિત્ત તારું જ નામ રહેશે, કાયમ કાવ્યપાઠ માં.

– ૨૨/૦૪/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply