હું તારી સાથે વાત કરું, એમાં પણ લોકોને તકલીફ,
હું ત઼ને ફરીયાદ કરું, એમાં પણ લોકોને તકલીફ,
હું મારી કહીને પૂરી કરું, તું તારી કહીને પૂરી કરે,
કોઈની પંચાત ના કરીએ, એમાં પણ લોકોને તકલીફ,
હું તને કાનમાં કહી દઉં, તું મને શાનમાં કહી દે,
કોઈને ના સંભળાવીએ, એમાં પણ લોકોને તકલીફ,
હું તને અંદર બોલાવી લઉં, ઝઘડો ઘરમાં જ પતાવી લઉં,
જાહેરમાં ના ઝઘડીએ, એમાં પણ લોકોને તકલીફ,
હું તારી સલાહ લઈ લઉં, તું મારી સલાહ લઈ લે,
કોઈની સલાહ ના માંગીએ, એમાં પણ લોકોને તકલીફ,
હું સામે મળવાં આવું તને, એનું કોઈને કાંઈ નહીં,
તું જો મળવાં આવે, તો એમાં પણ લોકોને તકલીફ,
આપણી વાતમાં બોલે “કાચબા”, તોયે ચૂપચાપ સાંભળી લઉં,
વળતો કોઈ જ જવાબ ના આપું, એમાં પણ લોકોને તકલીફ.
– ૧૪/૦૬/૨૦૨૧
વાહ સુંદર શબ્દો માં સજાવ્યું કાવ્ય