સમય મળતો જાય છે,
વાર્તા વધતી જાય છે,
નાયક હસતો જાય છે,
નાયિકા રમતી જાય છે,…સમય…વાર્તા…
નજર રાખતો જાય છે,
ધ્યાન રાખતી જાય છે,
દાણા નાખતો જાય છે,
ચણ ચણતી જાય છે,…સમય…વાર્તા…
છાનું રાખતો જાય છે,
ખબર પડતી જાય છે,
સંકોચ ઘટતો જાય છે,
અંતર ઘટાડતી જાય છે,…સમય…વાર્તા…
આહ્વાન કરતો જાય છે,
પ્રતિસાદ આપતી જાય છે,
હાથ પકડતો જાય છે,
આલિંગન કરતી જાય છે,…સમય…વાર્તા…
રસ્તો કરતો જાય છે,
અંદર ઉતરતી જાય છે,
સવાલ કરતો જાય છે,
જવાબ આપતી જાય છે,…સમય…વાર્તા…
હાથ માંગતો જાય છે,
હા કરતી જાય છે,
“કાચબો” એનો થાય છે,
એ “કાચબા”ની થાય છે,
સમય મળતો જાય છે,
વાર્તા વધતી જાય છે,
નાયક હસતો જાય છે,
નાયિકા રમતી જાય છે.
– ૨૧/૧૧/૨૦૨૦