મળવું તો છે પણ ઉતાવળે નહીં,
અલપ ઝલપ મુલાકાતે શાતા વળે નહીં,
પ્રતિક્ષા હું કરું ને પછી જ તું મળે,
હર્ષના એ આંસુ નહીંતર સાચા મળે નહીં.
વહેલું જે મળે એની ઈજ્જત સાવ કોડી,
સરળતાથી મળે તો કોઈ વાંકા વળે નહીં.
વિના વિનવે આવે, તો સ્વાગત શું કરું?
ઉમળકાથી કરવું છે, માળા વડે નહીં.
રાહ જોઈને મળવાની વાત નોખી “કાચબા”
વધી જતા એ ધબકારા પાછા મળે નહીં.
– ૦૪/૦૨/૨૦૨૨
સર્વસ્વીકૃત …..
આસાનીથી ઉપલભ થયેલી અમૂલ્ય વસ્તુ નું મૂલ્ય
ઓછું અંકાય છે.