આપણી એક ઈચ્છા અધૂરી રહી ગઈ,
બે હોઠ વચ્ચે, સ્હેજ દૂરી રહી ગઈ.
પલકારા ઈશારા જ કરતાં રહી ગયા,
ને હાથમાં ખાલી મજબૂરી રહી ગઈ.
નાનકડી પોટલી બાંધી’તી હૈયે,
ગુલાબ ની સુગંધ એ મધૂરી, રહી ગઈ.
ભૂંસવાની હતી જે લીંટી હથેળીની,
નસીબ઼માં એ, પૂરે પૂરી, રહી ગઈ.
તાપીને બેઠો, નજર ક્યારે વીંધે,
અંદર એક ઉતરેલી છૂરી, રહી ગઈ.
ભાથાં લીધાં’તા ગલ-ગલીયાં વાતોનાં,
ને સ્મિત ના નામે બસ ઝૂર્રી, રહી ગઈ.
સપનાં જોયાં’તા મેં શેરડી નાં મીઠાં,
પણ ચાસણી ઉમળકાની, તુરી રહી ગઈ.
લાલીમા ઓરતાની ભરવી’તી “કાચબા”,
હોઠોંની પ્યાલી, આખર ભૂરી રહી ગઈ.
– ૨૩/૦૪/૨૦૨૧