માણસ સરળ છું,
સ્વભાવ સરળ છે.
દેખાઉં સરળ છું,
પોશાક સરળ છે.
ભાવે સરળ છું,
ઉદગાર સરળ છે.
મળવો સરળ છું,
મેળાપ સરળ છે.
વ્યક્તિ સરળ છું,
હિસાબ સરળ છે.
વિચારું સરળ છું,
આચાર સરળ છે.
બોલું સરળ છું,
ભાષા સરળ છે.
વક્તા સરળ છું,
ઉચ્ચાર સરળ છે.
કલમ સરળ છું,
લેખન સરળ છે.
હું સરળ છું,
“કાચબો” પણ સરળ છે.
– ૨૮/૧૨/૨૦૨૦