સ્થિર

You are currently viewing સ્થિર

લાડવો જોઈને પાટલો નહીં બદલું,
ચાદર જોઈને ખાટલો નહીં બદલું,

મેડી જોઈને ઓટલો નહીં બદલું,
ચટણી જોઈને રોટલો નહીં બદલું,

મોતી જોઈને કાંઠલો નહીં બદલું,
દરબાર જોઈને હાંકલો નહીં બદલું,

શાહુકાર જોઈને ડગલો નહીં બદલું,
ટેકરી જોઈને ઢગલો નહીં બદલું,

તોરણ જોઈને ટોડલો નહીં બદલું,
ટેટાં જોઈને વડલો નહીં બદલું.

પ્રસાદ જોઈને ચાંદલો નહીં બદલું,
મૂર્તિ જોઈને નેડલો નહી બદલું,

ના પૂછ “કાચબા”, કે કેટલો નહીં બદલું?
થોડો ઠીક છે, તારા જેટલો નહીં બદલું.

– ૨૩/૦૨/૨૦૨૧

 

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply