સમાજ, વ્યવસ્થા અને વિચારસરણી પર હળવો કટાક્ષ કરતી કવિતાઓ

જેવા સાથે તેવા

  • Post published:06-Jun-21

તારે ઈશ્વર થવું’તુ, તે તેં ચમત્કાર કર્યો,
મારે સાધો થવું’તુ, તે મેં પરોપકાર કર્યો,

તેં ઈશ્વર થઈ ને પણ કર્યું શક્તિપ્રદર્શન,
મેં તારા જ ઉપદેશ ને મારો સંસ્કાર કર્યો,

તને આમેય આદત હતી વિચારો થોપવાની,
જાણવા છતાં તારી સાથે સાક્ષાત્કાર કર્યો.

હું મારા સામર્થ્ય ને બરાબર ઓળખી શકું,
એટલે, તારા જ ઘરમાં, તારો પ્રતિકાર કર્યો,

મારા સાહસને ઉદ્ધતાઈ માં ના ખપાવી દેતો,
તેં જે રસ્તો ચીંધ્યો, એને જ મેં અંગીકાર કર્યો.

તારે જતાવવી હતી તારી મહેરબાની મારા પર,
એટલે, સુરજ ઢળ્યાં પછી ઘરમાં અંધકાર કર્યો,

ખુદ્દારી મેં પણ તારી જેમ જ પાળી છે “કાચબા”,
મેં પણ, મારાં જ દુઃખો પર મારો અધિકાર કર્યો.

– ૧૯/૦૪/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingજેવા સાથે તેવા

પ્રાણીસંગ્રહાલય

  • Post published:12-Mar-21

જોઈ લે મારી આંખો માં, તને શું દેખાય છે?
કહી દે મારી વાતો માં, તને શું વર્તાય છે?

લાભ મળે ત્યાં પૂંછડી, કોણ પટપટાવે છે?
લાળ ટપકાવતો જાય તું, શ્વાન વર્તાય છે.

હાથ જોડીને એક પગે, રામ જપાય છે,
ધ્યાન દાન પેટી પર, બગલા ભગત વર્તાય છે.

બોજ ઢસડે ગામ આખાનો, ડફણાં ખાય છે,
દિશાશૂન્ય થઈને દોડતો, ગદર્ભ વર્તાય છે.

ઘમંડ શાનો કરે છે તારી હૈસીયતનો “કાચબા”?
જોઈ લીધું ને ધ્યાનથી, તું જાનવર વર્તાય છે.

– ૧૨/૦૨/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingપ્રાણીસંગ્રહાલય