હૈયાને ગણગણવા ગમે એવાં ગીતો
બાળકો છે, થોડો શોરબકોર તો કરવાના....
એ બહાર ફળિયામાં નહીં રમે તો ક્યાં જશે?
આ શોર-બકોર શાનો છે?
બાળક હજી તો નાનો છે,
દૂધની છારી ઉતરી નથી,
સમજ નો ક્યાં હજી કાનો છે?
આજે દિવસ મજાનો છે,
લખવામાંથી રજાનો છે,
નવું નવું શીખવાનો એનો,
સ્વભાવ કોનાથી છાનો છે?
રાધા અને રુક્મિણી વચ્ચેનો વાર્તાલાપ.
રુક્મિણીની ફરિયાદ અને રાધિકાનો જવાબ.
બહુજ વધારે પસંદ કરાયેલી કવિતા.
તેં તો તારી઼ વ્યવસ્થા, કરી નાખી,
રાધા જેવી અવસ્થા, કરી નાખી.
વિસરાઈ ગઈ હું તો, રુકમણી થઈને પણ,
મીરા કરતા પણ મારી, ખસ્તા, કરી નાખી.
સમસ્યા ગંભીર છે એટલે જ તો તારી પાસે આવ્યો છું,
બહુ આશા લઈને આવ્યો છું, કંઈક તો સમાધાન આપજે જ ...
સમસ્યા ગંભીર હોઈ, સમાધાન આપજે,
ઈચ્છા લઈને આવું છું, વરદાન આપજે.
હુન્નર તો આપ્યું તેં ઉત્તમ કક્ષાનું,
એટલાજ ઉત્તમ, કદરદાન આપજે.
બે ટીપાંની રે઼લ,
બે મિનિટનો ખેલ ...
બે ટીપાંની, ગજબની રે઼લ,
બે જ મિનિટનો, સારો ખેલ,
ના કોઈ વાદળ, ના કોઈ વીજળી,
વિના ગરજ, બસ રેલમછેલ.