રહસ્ય

  • Post published:06-Mar-23

અહીં કોણ કોનાં ઈશારે ચાલે છે, બધાને ખબર છે,વર્ષોથી ઘેર ઘેર આમજ ચાલે છે, બધાને ખબર છે. રામે ઘડીને માટીના મૂકી દીધા છે રમતાં, પણ કોણ -ભરાવે ચાવી ને રમકડું ક્યારે ચાલે છે, બધાને ખબર છે. જોડી દીધાં છે પૈડાં બે, એક મોટું ને એક નાનું,હાલક ડોલક ગાડું કેમ કરીને ચાલે છે, બધાને ખબર છે. ડંફાસો મારે કે હું એક મારી મરજીથી ચાલુ છું, એને-જવું હોય જમણે, ને કેમ ડાબે ચાલે છે, બધાને ખબર છે. નથી કોઈ બંધન કે ધાક સોટીનો, સૌ બોલે તો છે,ખીંટે બાંધેલું ડોબું કેવું ને ક્યાં લગ ચાલે છે, બધાને ખબર છે. એ પણ એટલો જ નિઃસહાય છે જેનો તું અવતાર છે "કાચબા",એ વૈકુંઠનો વ્યવહાર પણ લક્ષ્મીથી ચાલે છે, બધાને ખબર છે. - ૦૩/૦૫/૨૦૨૨ [બોલવા ખાતર તો લોકો બધું બહું બોલે છે, મોટી મોટી ડંફાસો મારે છે કે એનાં ઘરમાં એનો કેવો દબદબો છે. પણ ખરેખર સંસારમાં કોનું ચાલે છે એ કોઈ ગૂઢ "રહસ્ય" નથી. બહારથી ભલે કોઈ ગમે તે બોલે, પણ અંદરથી તો એને પોતાને પણ ખબર જ છે કે ઘરમાં કોનું ચાલે છે....]

Continue Readingરહસ્ય

સ્વદેશાગમન

  • Post published:20-Feb-23

માતૃભૂમિને નમન કરીને આવું છું,કર્મભૂમિનું ભ્રમણ કરીને આવું છું, માનો ખોળો છૂટ્યાંનો રંજ તો છે,કાળજું થોડું કઠણ કરીને આવું છું. માગ્યું ન'તુ પણ, નીકળી જવું પડ્યું,બાળપણ આખું દફન કરીને આવું છું. ભલું થજો એનું, મને એ યોગ્ય ગણ્યો,સદભાગ્ય પાણીગ્રહણ કરીને આવું છું. સ્વાદ એનો કેમ કરી ભૂલાય મારાથી,ચપટી ધૂળ જમણ કરીને આવું છું. રખેને સમજતો કે રહું છું મોજમાં,ઘા જાતે મારી સહન કરીને આવું છું. અનુભવ બધે જ "કાચબા" અલૌકિક થયાં,જ્યાં પણ બેસું ભજન કરીને આવું છું. - ૨૯/૦૪/૨૦૨૨ [અર્થોપાર્જન ખાતર માતૃભુમીથી દૂર રહેતા હોય, એ રજાઓમાં, વાર-તહેવાર-પ્રસંગે વતનમાં જાય અને રજા પુરી થયે પાછા કર્મભૂમિ તરફ પ્રયાણ કરી જાય, એવો નિત્યક્રમ ચાલ્યા કરે. ત્યારે માણસને એમ થાય કે જ્યાં જાઉં છું એ "સ્વદેશાગમન" છે કે જ્યાં ગયેલો એ હતું?...]

Continue Readingસ્વદેશાગમન

સહિષ્ણુ

  • Post published:06-Feb-23

ફરક તો એમનેય પડશે જરૂર,આવીને અમને એ મળશે જરૂર. લઈને જ આવશે એ લેખાં ને જોખાં,હક છે એ એમનો એ વઢશે જરૂર. જાણું છું એમનો સ્વભાવ છે કેવો,થોડીક તો બાંધછોડ કરશે જરૂર. સંબંધ જ એવો છે વર્ષો પુરાણો,શરમ બે આંખોની નડશે જરૂર. ખબર અમારી એ પુરી જ રાખે,જખ્મો નું ઠેકાણું જડશે જરૂર. અંદરથી જાણે કે નાળિયેર જેવાં છે,નક્કી છે ડૂસકું તો ભરશે જરૂર. "કાચબા"ને તકલીફમાં જોઈ કણસતો,એમનીય અંદર કંઈ બળશે જરૂર. ... ફરક તો૦ - ૨૬/૦૪/૨૦૨૨ [એ ભલેને ગમે તેટલો અક્કડ રહેવાનો, હોવાનો કે દેખાવાનો અભિનય કરે, પણ હું જાણું છું કે અંદરથી એ કેટલો નરમ છે, કેટલો "સહિષ્ણુ" છે. એ છોને ગમે તેવું આકરું બોલે, જરાંય ગભરાવાની જરૂર નથી,  એનાથી સ્હેજ પણ નફ્ફટ થવાશે નહીં, એટલું નક્કી છે...]

Continue Readingસહિષ્ણુ

પાછો ફરીશ(?)

  • Post published:02-Feb-23

આવજો તો કહી દીધું, પણ શું ખબર એ આવશે?હા વચન તો લઈ લીધું, પણ શું ખબર એ આવશે? જોઈ લીધો છે મેં એની આંખમાં શંશય જરા,એમણે તો કહી દીધું, પણ શું ખબર એ આવશે? આ ધ્રુજારી આજથી પહેલાં તો એમને થઈ નથી,થાક ની છે કહી દીધું, પણ શું ખબર એ આવશે? આવવાનાં હોય તો આ ભેટ શાને દઈ ગયાં?મારું પણ કંઈ લઈ લીધું, પણ શું ખબર એ આવશે? મ્હેલ ચણવા જાય છે એવું જ કીધું એમણે,માપ મારુ લઈ લીધું, પણ શું ખબર એ આવશે? ગીરવે કંઈ છે નથી ને કોઈ જામીન પણ નથી,કોરું કાગળ લઈ લીધું, પણ શું ખબર એ આવશે? મન નથી ને માનતું પણ, શું કરું હું "કાચબા",ઘૂંટ કડવું પી લીધું, પણ શું ખબર એ આવશે? - ૨૨/૦૪/૨૦૨૨ [વચન તો બહુ ઉદાર હાથે આપે છે કે બહું જલ્દી "પાછો ફરીશ", પણ તારું આ વર્તન જોઈને મને શંકા પડે છે કે વાત કંઈક અલગ જ છે, એટલે જ પૂછું છું, સાચે સાચું કહી દે, "પાછો ફરીશ?"]

Continue Readingપાછો ફરીશ(?)

ધીરજ ખૂટી

  • Post published:09-Jan-23

રોજ સવારે નવી આશા લઈને જાઉં છું,રોજ સાંજે એજ નિરાશા લઈને આવું છું. આજે જ હશે એ દી' જેની પ્રતીક્ષા છે,ઊઠતાં બેસતાં એક જ ગાણું ગાઉં છું. બીજ એક સપનાનું વાવ્યું, આંબો કરવાં-પાણી એને પરસેવાનું પાઉં છું. એક નજરમાં મોહિત થઈને દોડી આવે,વારે વારે કેશ કલાપ સજાઉં છું. પાસે રાખી નિરખવો એને મન ભરીને,પાટલે બેસતી ધૂળ સતત હટાવું છું. અનુભવ એ હશે જ કેવો રોમાંચકારી,વિચારે એનાં મંદ મંદ હરખાઉં છું. કરી નેજવું* ઉંબરે ઉભો વાટ નિહાળું,અધીરો એને જોવા "કાચબા" થાઉં છું. *નેજવું - આંખ ઉપર છાપરા જેમ હથેળીઓ રાખી જોવું - ૨૦/૦૪/૨૦૨૨ [એને જોવા માટે, એને મળવા માટે, વર્ષો સુધી તપસ્યા કરી છે. અને આજે જ્યારે એ ઘડી એકદમ નજીક આવી ગઈ છે ત્યારે મારી "ધીરજ ખૂટી" છે. હવે એક એક ક્ષણ જાણે એક એક વર્ષ લાગે છે...]

Continue Readingધીરજ ખૂટી